મોરબી એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર હોટલ ગેલોપ્સ નજીકથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા હાઇવે ઉપર આવેલ ગેલોપ્સ હોટલ નજીકથી માળીયાના રહેવાસી આરોપી કાસમભાઈ ઉમરભાઈ જેડાને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 5 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રસિક કુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, કોન્સ્ટેબલ આસિફભાઇ રાઉમાં,ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખામ્ભલિયા, અંકુરભાઈ ચાચુ અને અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.