દશામાંના વ્રત બાદ અયોગ્ય રીતે પધારવાયેલ પ્રતિમાઓને યોગ્ય જગ્યાએ પધરાવી મોરબી : હાલમાં જ દશા માતાજીના વ્રત પૂર્ણ થયા બાદ લોકોએ ઠેર ઠેર માતાજીની મૂર્તિઓને પધરાવી હતી. આ મૂર્તિઓ ગંદકીમાં પધરાવી દેવાતા ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી ત્યારે મોરબીના હિન્દુ યુવા વાહિની અને અખિલ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી દ્વારા આવી પ્રતિમાને લઈને યોગ્ય જગ્યાએ પધરાવવાની સાથે હવેથી ગંદકી વાળી જગ્યામાં મૂર્તિ પધરાવનાર લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં વ્રત પૂર્ણ થયા બાદ પૂજા-પાઠ કરેલી દશા માતાજીની મૂર્તિને મોરબીમાં પાણીમાં મન ફાવે તેમ લોકોએ પધરાવી દીધી હતી. આ માતાજીની મૂર્તિઓ ગંદકીમાં હોવાનું માલૂમ પડતાં જ હિન્દુ યુવા વાહિની અને અખિલ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી દ્વારા પ્રતિમાને લઈને યોગ્ય સારી જગ્યાએ પધરાવી હતી. આ સાથે જ હિંદુ સંગઠનોએ લોકોને સારી જગ્યાએ દેવી-દેવતાઓની મૂર્તિ પધરાવવા અપીલ કરી છે. જો આમ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. આ કાર્યમાં હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ અને અખિલ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, સ્વંયસેવક સંઘના પુષ્પરાજસિંહ જાડેજા, હિન્દુ યુવા વાહિનીના ભાવેશભાઈ રબારી, ચિરાગભાઈ પરમાર, કુલદિપભાઈ પરમાર, જુવાનસિંહ, જીગાભાઈ ભરવાડ, હિરેનભાઈ પરમાર, દેવાંગભાઈ પરમાર, ગૌરાંગભાઈ દવે સહિતનાઓ જોડાયા હતા.