વાંકાનેર : વાંકાનેરના માટેલ ખાતે આવેલી સર્વોદય સેવા સંઘ રાજકોટ ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે આજરોજ વાંકાનેર તાલુકાના જામસર સીઆરસી ગ્રુપ શાળાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા માટેલ મુકામે યોજાયેલા આ કલા ઉત્સવમાં વાંકાનેર ટીપીઓ મંગુભાઈ પટેલ તથા બીઆરસી મયુરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કલા ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીઓને સીઆરસી જામસર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કલા ઉત્સવની સાથે સાથે સીઆરસી ગ્રુપમાંથી બદલી થયેલા શિક્ષક સુરેશભાઈ પરમાર, સુનિલભાઈ સોલંકી, દક્ષાબેન વણકર, રેખાબેન દેવળીયા, મણીલાલ બારીયાનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. તથા ક્લસ્ટરના કાયમી દાતા માવુભા ઝાલાનું સાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ સી.આર.સી જામસરના નરેન્દ્રસિંહ ચૌહાણની દેખરેખ હેઠળ અનુદાનિત નિવાસી શાળાના આચાર્ય જીગ્નેશભાઈ આદ્રોજા, શિક્ષક રેખાબેન ડાભી તથા વિનોદભાઈ વાઘેલાની જેહમતથી સફળ બન્યો હતો.