મોરબી : મોરબીના ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિલકંઠ સ્કુલ ખાતે બહેનો માટે નિ:શુલ્ક કિચન ગાર્ડનના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં રાજકોટથી આવેલા કિચન ગાર્ડન એક્સપર્ટ મંજૂબેન ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક્સપર્ટ મંજૂબેન ગજેરા દ્વારા બહેનોને ઘરે કૂંડામાં શાકભાજી વાવવાનું, જુદા જુદા બિયારણમાંથી રોપા બનાવવાનું એવી ઘણી ઉપયોગી વસ્તુઓ સમજાવી અને જાણકારી આપી હતી. મોરબીના મોટી સંખ્યામાં બહેનોએ આ સેમિનારમાં હાજરી આપી હતી. આ સેમિનારને સફળ બનાવવા પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ નિલકંઠ સ્કુલના પ્રિન્સિપાલ જીતસર વડસોલા, નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયા, જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, મંજુબેન ગજેરાનો આભાર વ્યક્ત કર્યો હતો.