મોરબી : નાની ઉંમરમાં હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા વધ્યા છે તેવામાં મોરબીના ઘૂંટુ નજીક આવેલ એન્ટિક સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા રહેતા મુન્નાભાઈ કમલભાઈ પાલ ઉ.45 નામના યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.