મોરબી : રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં આજે આચાર્ય એ.સી.પટેલ વય નિવૃત્ત થતાં શાળામાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ચાવડા, ડાભીભાઈ, શાળાનાં શિક્ષક, બાળકો સહિતના જોડાયા હતા. એ.સી.પટેલ નિવૃત્ત તંદુરસ્ત જીવન જીવે તેવી સૌએ શુભેચ્છા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.જી. ઉકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે વિજયભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.