મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર શ્રીનાથજી કાંટા સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સવજીભાઇ જીવાભાઇ ચારોલા ગુણવંતભાઇ નારાયણભાઇ પટેલ, કેતનભાઇ નરભેરામભાઇ પનારા અને જલ્પેશભાઇ વિનોદભાઇ ઘોડાસરાને સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 11,250 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.