મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના વતની અને માટી કલાકાર રસિકભાઈ નારણભાઈ પ્રજાપતિને રાજસ્થાનના જયપુરના રાંદેર ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં માટી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર મોરબી અને ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. મોરબીમાં સચી મિટ્ટીના નામે માટીકામ કરતા રસિકભાઈ પ્રજાપતિને તારીખ 30 જુલાઈના રોજ ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી ધર્મવીર પ્રજાપતિ અને રાજસ્થાન સરકારના મંત્રી ડુંગરમામ ગેંદરના હસ્તે માટી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમૃત માટી ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા રાંદેરમાં પિંકસિટી પ્રેસ કલબ ખાતે રાષ્ટ્રીય સન્માન સમારોહ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાંથી સમગ્ર ભારતમાંથી 100 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના રસિકભાઈ પ્રજાપતિની માટી રત્ન એવોર્ડ માટે પસંદગી થતા તેઓએ મોરબી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.