મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર - 3માંથી આરોપી યુનુસભાઈ ઈસાભાઈ સુમરા રહે.વિરપરડા ગામ નામના શખ્સને ટ્યુબર્ગ બિયરના 16 ડબલા કિંમત રૂપિયા 1600 સાથે ઝડપી લેતા આરોપીએ બિયરનો આ જથ્થો જોન્સનગરમા રહેતા સાહિલ રહીમભાઈ ચાનીયા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.