માળિયા : માળિયામાં એસએસવીટી સંચાલિત સંગાથ વૃદ્ધાશ્રમમાં વડીલો માટે સમયાંતરે વિવિધ ભજન સત્સંગના કાર્યક્રમો યોજાતા હોય છે. જે અંતર્ગત પુરષોત્તમ માસ નિમિતે મોરબીથી બજરંગ મંડળ દ્વારા રાસ ગરબા, ધૂન, સંતવાણી તેમજ ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.