વાંકાનેર : વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયના પ્રમુખ સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાના 87 જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને ગૌસેવા થકી તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક સ્વ. લલિતભાઈ મહેતાના 87માં જન્મ દિવસની સંસ્થાના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી. સ્વ. લલિતભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલના તમામ કર્મચારીઓએ પોતાના પગારના સેવા નિધિ ફંડમાંથી ગૌશાળામાં અગિયાર હજાર રૂપિયા ગૌ સેવા માટે અર્પણ કાર્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓએ ગૌ સેવા, વૃક્ષ સેવાનો સંકલ્પ લીધો હતો. તેમજ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રમુખ સ્વ.લલીતભાઈ મહેતાના 87માં જન્મદિવસ નિમિત્તે 87 ઔષધીય વૃક્ષો અને વનસ્પતિ જેવા કે બહેડા, કરંજ, ચરેણ, લીમડો, મીઠો લીમડો, સરગવો તુલસી, તિલક તુલસી વગેરેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.