મોરબી : મોરબીમાં આજે ટેક્સી એસોસિએશનની બેઠક મળી હતી. આ બેઠકમાં એસોસિએશનના સભ્યોએ અનેક મુદ્દે ચર્ચાઓ કરી હતી. વધુમાં મોરબીથી નવા બનેલા હીરાસર એરપોર્ટ સુધીનું ભાડું નક્કી કરવા આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ સભ્યો દ્વારા આ ભાડું આગામી રવિવાર સુધીમાં જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.