રફાળેશ્વર - મકનસર જવાના રસ્તેથી મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો મોરબી : મોરબીના રફાળેશ્વરથી મકનસર જવાના રસ્તે મોરબી તાલુકા પોલીસે 45 ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને15 ચેકબુક સાથે હરિયાણાના શખ્સને દબોચી લીધો હતો. પોલીસે હાલ આટલા બધા કાર્ડ અને ચેકબૂક ક્યાંથી આવી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે રફાળેશ્વરથી મકનસર તરફ જતા રસ્તા ઉપર ક્રિષ્ના વિજય સીરામીક નજીકથી આજથી બાઇક ઉપર પસાર થતા ફુનુસ હબીબભાઈ મેવું રહે હાલ મોરબીના મકનસર ગામે અને મૂળ હરિયાણાને બાઇક સાથે ઝડપી લઈને તલાશી લીધી હતી. પોલીસની તલાશી દરમિયાન આરોપી પાસેથી જુદી જુદી બેન્કના એટીએમ, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મળી 45 કાર્ડ અને 15 જેટલી ચેક બુક મળી આવી હતી. આથી તાલુકા પોલીસે હાલ શંકાસ્પદ વસ્તુ સાથે આરોપીને પકડ્યાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ આટલા બધા બેન્કના એટીએમ કાર્ડ અને ચેકબુક ક્યાંથી આવી ? ચોરી કરી છે કે કેમ, તેમજ આ એટીએમ કાર્ડથી નાણાકીય વ્યવહાર કર્યા કે કેમ તે અંગે ઉડી પૂછપરછ હાથ ધરી છે.