મોરબી : મોરબીમાં શોહદાએ કરબલા ઈમામે હુસૈનની યાદમાં ઠેક-ઠેકાણે કુરાન ખ્વાની અને દરૂદશરીફની મહેફીલો યોજાઇ હતી તથા પરંપરાગત રીતે મહોર્રમના તાજીયા જુલૂસ નીકળ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 11 જેટલા કલાત્મક તાજીયા અલગ અલગ રૂટ પર ફરીને નેહરુ ગેટ ચોકમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં વિસર્જન પામ્યા હતા. આ સાથે હિન્દુસ્તાનની અખંડતા, કોમી એકતા સાથે અમન, શાંતિ અને સલામતીની દુવાઓ કરવામાં આવી હતી. તેમ હાજી અબ્દુલરશીંદમીંયા બાપુની યાદીમાં જણાવાયું છે.