મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વને આસ્થાભેર મનાવવામાં આવ્યો હતો. મોહરમ નિમિતે તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોરબીમાં મહોરમ પર્વ નિમિત્તે ગઈકાલે રાત્રે તાજીયા પડમાં આવ્યા બાદ તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. તાજીયા ઝુલુસ પોત પોતાના વિસ્તારમાં ફર્યા હતા. તેમજ એકસાથે 11 તાજીયાનું ઝુલુસ દરબાર ગઢ, ગ્રીન ચોક સહિતના મુખ્યમાર્ગો ઉપર ફરીને નહેરુ ગેઉટ ચોક ખાતે એકઠા થઇ તાજીયા ટાઢા થયા હતા. તાજીયા ઝુલુસમાં મુસ્લિમ સમાજ દ્વારા હેરતઅંગેજના પ્રયાગો રજૂ કરવામાં આવ્યા હતા. તેંમજ ઠેરઠેર ઠંડા પીણા, ફૂટ દૂધ કોલ્ડ્રિકસ, સરબત અને પ્રસાદી માટે સબીલ ગોઠવવામાં આવ્યા હતા.