મોરબી : મોરબી શહેરમાં જુના બસસ્ટેન્ડ નજીક આવેલ આયુષ હોસ્પિટલ પાસે ગઈકાલે મધ્યરાત્રીએ 1.30 કલાકે GJ - 01 - HN - 4571 નંબરની મનીષ ધનજીભાઈ મૂછડીયાની માલિકીની કારમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને ઓલવી નાખી હતી. સદભાગ્યે આગની આ ઘટનામા કોઈ જાનહાની થઈ ન હતી.