મોરબી : આજે તારીખ 28 જુલાઈના રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડેમી નદીના કાંઠે નસિતપર પાસે 110 મોટા વૃક્ષોનું રોપણ કરીને સાથે ટ્રી ગાર્ડ લગાવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા, ટી. સી. ફૂલતરિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ભીખાભાઈ લોરિયા અને લા. મહાદેવભાઈ ચિખલિયા તથા ઓધાભાઈ ભાડજા હાજર રહ્યા હતા અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાના માર્ગદર્શન તળે ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ બને અને પર્યાવરણ જાગૃતિ માટે આ પ્રોજેક્ટ કરીને આજના દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો.