મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીકથી માળીયા પોલીસે હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી - માળીયા હાઇવે ઉપરથી હાથ બનાવટના કાટ ખાઈ ગયેલા તમંચા સાથે આરોપી સુનિલ વિજયભાઈ આધ્રોજીયાને ઝડપી લઈ 5000ની કિંમતનો તમંચો કબ્જે કરી આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.