મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમા તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી ટ્રાન્સપોર્ટ ઓફીસ પાછળ બે ટ્રકની વચ્ચે બેસી જુગાર રમી રહેલા આરોપી સતવિરસિંહ રામચંદ્ર ગોદારા, સુનિલકુમાર ઉમેદસિંહ ચૌધરી, વિરેન્દ્રસિંહ સમુસિંહ શેખાવત અને મુકેશકુમાર નથુરામ ચૌધરીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.