મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું કર્યું ભાવભીનું સ્વાગત કર્યું : મોદીએ રીબીન કાપી નવા એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું મોરબી : રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્યની મુલાકાતે પધારેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સૌરાષ્ટ્રની ધરતી પર ભાવભીનું સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, સાંસદ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી વી.કે. સીંઘ, રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, રાજ્યના સિવિલ એવીએશન વિભાગના સેક્રેટરી હારીત શુક્લા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ સજ્જનસિંહ પરમારે રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ નવા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યા બાદ એરપોર્ટના ટર્મિનલનું રીબીન કાપી ઉદ્દઘાટન કર્યું હતું. અને નવા એરપોર્ટનું નિરીક્ષણ કરી એરપોર્ટની વિશેષતા અંગે માહિતી મેળવી હતી.