મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આશીફભાઈ હાજીભાઈ જંગીયા, તૈયબભાઈ ઈસ્માઈલભાઈ ખુરૈશી, રઘુભા મુળુભા રાઠોડ નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.