મોરબી : આજકાલ યુવાપેઢી જન્મદિવસની ઉજવણીમાં દેખા-દેખીથી ખોટા ખર્ચા કરી રહ્યા છે ત્યારે મોરબીમાં એક યુવતીએ સેવાકાર્યો થકી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મોરબીમાં પલક પંડ્યા નામની યુવતીએ પોતાના જન્મદિવસે સેવાકાર્યો કરીને અન્ય યુવાનોને પ્રેરણા મળે તેવી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો. પલક પંડ્યાએ જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચા કરવાને બદલે જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો તેમજ ચોકલેટનું વિતરણ કર્યું હતું અને ગૌમાતાને ઘાસચારો આપીને પોતાના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.