મોરબી : હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં પુરુષોત્તમ માસની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં દરરોજ સવારમાં ભગવાનનું તથા ગોરમાનું ગોપીઓ દ્વારા ભક્તિભાવથી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. ગોપી મંડળ દ્વારા ભક્તિ ગીતો સાથે આરાધના કરવામાં આવી રહ્યા છે. એપાર્ટમેન્ટમાં ભગવાન પુરુષોત્તમ અને ગોરમાની સ્થાપના કરવામાં આવી છે. જેને ગોપી મંડળ દ્વારા દરરોજ પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ગોપી મંડળ દ્વારા એક દિવસની ભક્તિ યાત્રા તથા વન ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ચોટીલા, ઘેલા સોમનાથ, સાળંગપુર, થાનગઢ, જોગ આશ્રમ, ઝરીયા મહાદેવ, ઉમાધામ, ભંગેશ્વર વગેરે જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી.