મોરબી : ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 29 જુલાઈ ને શનિવારના રોજ મોરબી અને ટંકારાના પ્રભુનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સહકારી ક્ષેત્રના અગ્રણી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યતિથિ નિમિત્તે 29 જુલાઈ ને શનિવારના રોજ સવારે 7-30 થી બપોરે 12 વાગ્યા સુધી સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર- મોરબી દ્વારા મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જ્યારે સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર- ટંકારા તાલુકા દ્વારા સવારે 7-30 થી બપોરે 12 વાગ્યા સુધી પ્રભુનગરના નેકનામ રોડ (મિતાણા) પર આવેલી બહુચર વિદ્યાલય ખાતે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા માટે સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.