રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશને વ્યાજ સહીત સારવારનો ખર્ચ ચૂકવવા આદેશ કર્યો મોરબી : મોરબીમાં આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનનું વીમા કવચ મેળવનાર અસામીના પત્નીને કોરોના થયા બાદ સારવારનો રૂપિયા 50 હજાર ખર્ચ થતા વીમા કંપનીમાં તમામ અઢાર પુરાવા સાથે ક્લેમ કરવા છતાં વીમાકંપનીએ વીમો ન આપતા આ મામલે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનને ફરિયાદ બાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશને વ્યાજ સહીત વીમો ચૂકવવા આદેશ કરી વીમા કંપનીને ફટકાર લગાવી છે. મોરબીના વતની સલીમભાઇ ગનીભાઇ છીછોદરાના પત્ની રીઝવાનાબેનને કોરોના મહામારીમાં મોરબીમા માધવ હોસ્પીટલમાં દાખલ થયેલ તેમની પાસે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સની હેલ્થ પોલીસી હતી તેમની સારવારનો ખર્ચ રૂ.50 હજાર આવેલ જેના તમામ બીલો તથા આધાર વીમા કંપનીને આપી દેવા છતા વીમાકંપનીએ રેગ્યુલર પ્રીમીયમ ભરવા છતા અયોગ્ય રીતે હેલ્થ વીમા નામંજુર કરેલ જેથી તેઓ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી. જે અંગેનો કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે આદિત્ય બીરલા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીને સલીમભાઇને પચાસ હજાર તથા સાત હજાર અન્ય ખર્ચ સહિતની રકમ સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવુ જોઇએ, કોઇપણને અન્યાય થાય કે છેતરપીંડી થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાપ્રમુખ લાલજીભાઇ મહેતા મો.-9825790412, ઉપ પ્રમુખ બળવંતભાઇ ભટ્ટ મો.- 9327499185 અથવા મંત્રી રામભાઇ મહેતા મો.- 9904798048 નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.