હવાની લહેરોથી મચ્છુ ડેમ છલકાવા લાગતા મનમોહક દ્રશ્યો મોરબી : વાંકાનેરનો મહાકાય મચ્છ-1 ડેમમાં ત્રણ દિવસથી ઉપરવાસમાં સારા વરસાદથી સતત નવા નીરની આવક થઈ રહી છે. જેમાં ગઈકાલે મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયા બાદ સતત ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા હવે આ ડેમ છલકું છલકું થવાની તૈયારી છે. હાલની સ્થિતિ મુજબ વાંકાનેરનો મહાકાય મચ્છ-1 ડેમ 96 ટકા ભરાય ગયો છે. હવે આ ડેમને ઓવરફ્લો થવામાં 4 ટકાનું છેટું રહી ગયું છે. અત્યારે મચ્છુ-1 ડેમમાં 1200 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા ગમે ત્યારે ડેમ છલકાઈ જવાની શક્યતા હોવાથી મોરબીના 4 અને વાંકાનેરના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.