માત્ર નજીવા અનુદાનથી આપના પરિવારજનની નેમપ્લેટ સાથે વૃક્ષનો ઉછેર પણ કરી અપાશે https://youtu.be/w9J9LHFmmDQ મોરબી : મોરબીમાં પરિવારજનનો જન્મદિવસ હોય કે પુણ્યતિથિ, બન્ને પ્રસંગો સરળતાથી સેવામય બનાવી શકાશે. કારણકે ઝાડ એજ જીવન સંસ્થા દ્વારા માત્ર નજીવા અનુદાને આપના વતી વૃક્ષારોપણ કરી આપવામા આવશે. મોરબીના સેવાભાવી આગેવાન જીવરાજભાઈ હરદેવભાઈ લિખિયા કે જેઓ છેલ્લા 6 વર્ષથી વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેઓએ ઝાડ એજ જીવનના નામે સંસ્થા બનાવીને તેના નેજા હેઠળ અત્યાર સુધીમાં 15 હજાર વૃક્ષોનું વાવેતર કર્યું છે. હજારો વૃક્ષોનો તેઓએ સફળ ઉછેર પણ કર્યો છે. વધુમાં જીવરાજભાઈ જણાવે છે કે જો કોઈને ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થયો હોય, પરિવારજનનો જન્મદિવસ હોય અથવા તો સ્વજનની પુણ્યતિથિ હોય, આ પ્રસંગે તેઓ પોતાના પરિવારજનની નેમ પ્લેટ સાથે વૃક્ષારોપણ કરાવી શકે છે. આ માટે તેઓએ અનુદાન આપવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 94285 41531 ઉપર સંપર્ક કરવાનો રહેશે.