સોઓરડી વિસ્તારના લોક દરબારમાં લેન્ડ ગ્રેબીગની થયેલી ખોટી અરજી અને દારૂની બદીને અંકુશમાં લાવવા એસપી સમક્ષ રજૂઆત કરાઈ મોરબી : રેન્જ આઇજીની સૂચના મુજબ મોરબીમાં પોલીસ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના પ્રશ્નો જાણીને તેનું નિરાકરણ કરવા માટે લોક દરબાર યોજવાની પહેલ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિની બહુમતી ધરાવતા સોઓરડી વિસ્તારમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. જેમાં સોઓરડી વિસ્તારના લોક દરબારમાં લેન્ડ ગ્રેબીગની થયેલી ખોટી અરજી અને દારૂની બદીને અંકુશમાં લાવવા એસપી સમક્ષ રજૂઆત કરાઈ છે. મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના લોકોના પ્રશ્નો જાણવા માટે એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર આ વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી ભીખાભાઈ સોલંકી, ગૌતમભાઈ સોલંકી તેમજ સામાજિક અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અનુસૂચિત સમાજના લોકોએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે, સોઓરડીના રામદેવપીરની બાજુમાં 60 વર્ષથી રહેતા 38 પરિવારોને અચાનક જ પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસે લેન્ડ ગ્રેબીગની અરજી થઈ હોય આ 39 પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસ આપી હોય આ અંગે યોગ્ય ન્યાય આપવાની રજુઆત કરી હતી. તેમજ સોઓરડી પાછળ આવેલા માળીયા વનાળીયા વિસ્તારમાં દેશી દારૂનું વર્ષોથી દુષણ હોય આ દારૂની બદીથી સમાજના લોકોને ભારે પરેશાની થતી હોય એ દારૂના દુષણને કડક હાથે ડામી દેવાની રજુઆત કરાઈ છે. તેમજ પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે.