મોરબી : મોરબીના સુભાષનગર વિસ્તારમાં રાત્રીના સમયે પાર્ક કરેલી ગાડીના ટાયર ચોરી જનાર ત્રણ લવરમુછીયાને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય શખ્સો મોજ શોખ માટે ચોરી કરતા હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સુભાષનગર વિસ્તારમાં નિર્મલ સ્કૂલ પાસેની જગ્યામાં પાર્ક કરેલી ગાડીના ચારેય ટાયરની ચોરી થઈ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જેને પરિણામે ડી સ્ટાફના આર.પી.રાણા, ધર્મેન્દ્રભાઈ, ચકુભાઈ, તેજાભાઈ, સિદ્ધરાજભાઈ, અરજણભાઈ સહિતના સ્ટાફે તપાસના અંતે આ ટાયરની ચોરી કરનાર પ્રિન્સ વીરેન્દ્રભાઈ ઝાલરીયા, ઉ.વ.20 રહે. ભગવતી પાર્ક, વાવડી રોડ, અભિષેશ દેવજીભાઈ સોઢીયા ઉ.વ.23 રહે. ૐશાંતિ પાર્ક, નાની વાવડી રોડ અને યોગેશ ગોવિંદભાઈ બાબરીયા ઉ.વ.18 ઓમ શાંતિ પાર્ક નાની વાવડી રોડવાળાને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.