મોરબી : મોરબી એસઓજી ટીમે માળીયા ફાટક નજીક પિકઅપ બસ સ્ટોપ નજીકથી બે રાજસ્થાની શખ્સને 149.60 ગ્રામ હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ બન્નેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. મોરબી એસઓજી ટીમે માળીયા ફાટક નજીક આવેલા પિકઅપ બસ સ્ટોપ પાસેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની આરોપી કૈલાશરામ ગોરખારામ નાઈ ઉ.23 અને રમેશકુમાર મોહનરામ સિયાગ ઉ.22 નામના શખ્સોને 149.6 ગ્રામ હેરોઇન ડ્રગ્સ કિંમત રૂપિયા 7,48,000, મોબાઇલ ફોન નંગ 3 કિમત રૂપિયા 10,500, રોકડા રૂપિયા 4600 મળી કુલ રૂપિયા 7,63,100 સાથે ઝડપી લીધા હતા. વધુમાં મોરબી એસઓજી પોલીસે હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધેલા બન્ને શખ્સની પ્રાથમિક પૂછતાછમા આરોપીઓએ હેરોઇનનો આ જથ્થો સાંચોર રાજસ્થાનના દિનેશ બીશ્નોઈ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી.વધુમાં બન્ને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.