મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારે 6થી8મા મોરબી અને વાંકાનેરમાં વધુ 8 મીમી વરસાદ વરસ્યો છે. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ શનિવારે સવારે 6 વાગ્યાથી લઈ રવિવારે સવારે 6 વાગ્યા સુધીમા મોરબી જિલ્લામા માળીયા 21મીમી, મોરબી 34મીમી, ટંકારા 37મીમી, વાંકાનેર 27મીમી અને હળવદ 18મીમી વરસાદ વરસ્યો હતો. આજે તા.23 રવિવારે સવારે 6થી 8મા વરસેલો વરસાદ મોરબીમાં 08 મીમી ટંકારામા 01 મીમી વાંકાનેરમાં 08 મીમી હળવદ, માળીયા- નીલ