મોરબી : મોરબી તાલુકાના સોલંકીનગર ગામે બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી પ્રતાપભાઇ વાલજીભાઇ લાલવાણી, જેરામભાઇ બાબુભાઇ અખીયાણી, તખુભાઇ પ્રતાપભાઇ લાલવાણી, રમેશભાઇ બાબુભાઇ આડેસરા, કિશોરભાઇ વિનોદભાઇ ધામેચા, ભરતભાઇ પ્રતાપભાઇ લાલવાણી, ઉમેદભાઇ જીવરાજભાઇ આડેસરા, રમેશભાઇ પ્રતાપભાઇ લાલવાણી અને જીવરાજભાઇ બાબુભાઇ આડેસરાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6,650 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.