હળવદ : હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કાળુભાઇ બાબુભાઇ ગેડાણી, ભરતભાઇ વિઠલભાઇ ડાભી, દિલીપભાઇ લાભુભાઇ ડાભી, નવઘણભાઇ ચતુરભાઇ ગેડાણી, મુનાભાઇ ઘોઘાભાઇ ડાભી અને મનસુખભાઇ થોભણભાઇ ડાભીને રોકડા રૂપિયા 6,270 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.