મોરબી : મોરબી શહેરની જનતા માટે નગર પાલિકાના કામની ફરિયાદ માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. નગરપાલિકાની કામગીરીને લઈને કોઈ પ્રશ્ન હોય તો લોકોને આ નંબરનો સંપર્ક કરવા કોંગ્રેસે અપીલ કરી છે. મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગૂજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ જણાવ્યું છે કે મોરબી શહેરની પ્રજાની સુખાકારી માટે મોરબી નગરપાલિકાએ પ્રજાને પ્રાથમિક સુવિધા મળે તે માટે કર્મચારીના ફોન નબર જાહેર કરેલ છે તે સારી બાબત છે. પરંતુ આ કર્મચારીઓ કામકાજ કરશે ખરા એ એક પ્રશ્ન છે? કારણ કર્મચારીના ભૂતકાળના અનુભવથી જાણવા મળેલ છે કે કા તો ફોન નંબર બંધ આવે અથવા ઉપાડવામાં ના આવે. ત્યારે મોરબીની પ્રજાની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા સામેની ફરીયાદના સમાધાન માટે ફોન નંબર જાહેર કરવામાં આવેલ છે. મહેશ રાજ્યગુરુ મો.નં.૮૧૬૦૨૭૨૭૪૬ રમેશ રબારી મો.નં. ૯૦૯૯૮૧૧૧૧૧ રામભાઇ રબારી મો.નં. ૯૮૨૫૦૯૯૬૪૪