મોરબી : મોરબી શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ ભાજપ શાસિત નગરપાલિકાએ જતા જતા પાલિકાની તીજોરી ખાલી ખમ કરી નાખી છે. તે વાત મોરબીના ધારાસભ્યો જાહેરમાં કહે છે. અને સહકાર પ્રજા પાસે માંગે છે. જે શરમજનક કહેવાય. તેવું કોંગ્રેસના આગેવાનોએ નિવેદન જાહેર કર્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી તેમજ મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઈ રબારીએ જણાવ્યું કે મોરબી શહેરને નર્કાગાર બનાવનાર નગરપાલિકા પ્રજાને સુવિધા ના આપવી પડે તે માટે નત નવા ગતકડાં બનાવે છે. પાલિકા પાસે પગાર ચૂકવા પેસા નથી. તો ગેરકાયદેસર રીતે ભાજપના શાસનમાં ભરાયેલ રોજમદાર કર્મચારીને છૂટા કરવામાં આવે અને નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે કે.કે.પરમારે ગેરકાયદેસર રીતે કલમ ૪૫ડી મુજબ કરેલ ખર્ચને તેમની પાસેથી વસુલાત કરી પાલિકામાં પેસા જમાં કરાવવાનું કામ પહેલા કરો. આમ મોરબીની પ્રજા તો નિયમિત વેરાની રકમ ભરે છે પણ ભાજપ પક્ષની નગરપાલિકા બની ત્યારથી પ્રજાના ટેક્ષના રૂપિયા પણ પગ કરી ગય છે. મોરબીની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને પાલિકામાં ભાજપના શાસનમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આવે.