મોરબી : મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામે હરિઓમ પાર્ક સોસાયટીમાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી રાજેશભાઇ દલસુખભાઈ અઘારાના મકાનમાં દરોડો પાડી ઇમપિરિયલ બ્લ્યુ બ્રાન્ડની 24 બોટલ અને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 9 બોટલ મળી કુલ 33 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 12,015ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઇ દલસુખભાઈ અઘારાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.