મોરબી : મોરબીના સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં વકૃત્વ સ્પર્ધામાં ભાર વગરનું ભણતર અને સ્ત્રી શિક્ષણ વિષય પર ભાગ લેતા પ્રથમ ક્રમે રાઠોડ હેતલબેન ત્રિભુભાઈ તેમજ આ વિષય પર ગોગરા મુન્ના જીલુભાઈએ તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ વિષય પર વસોયા દર્શન કુમાર સુરેશભાઈએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. નિબંધ સ્પર્ધામાં નવી શિક્ષણ નીતી વિષય પર હડિયલ પૂજા અશોકભાઈએ પ્રથમ ક્રમ, સંચાણિયા કૃપાલીએ દ્વિતિય ક્રમ તેમજ વિદ્યાર્થી જીવનમાં એનએસએસનો ફાળો વિષય પર મકવાણા ઉન્નતિ હરેશભાઈએ તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ચિત્ર સ્પર્ધામાં પર્યાવરણ અંગે જાગૃતિ વિષય પર સોનારા શીતલ ભરતભાઈનો પ્રથમ ક્રમ, ભારતીય વિવિધતામાં એકતા વિષય પર રાઠોડ માધવી રાણાભાઈનો દ્વિતિય ક્રમ અને પર્યાવરણ અંગે જાગૃતિ વિષય પર કાલીયા હરેશ મનસુખભાઈનો તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધામાં ડો. અનિલસિંહ રાજપુત, ડો. રામભાઈ વારોતરીયા તેમજ ચિત્ર સ્પર્ધામાં કિશોર વાઘાણીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે યોજાનારી યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.