મોરબી : મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંધવીને લેખિત રજૂઆત કરીને મોરબી સિરામિક ઉદ્યોગ વિસ્તાર માટે અલગ પોલીસ સ્ટેશન આપવા માંગ કરવામાં આવી છે. મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના ગૃહમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ઔદ્યોગિક શહેર મોરબીમાં આશરે 1 હજાર સિરામિકના એકમો આવેલા છે અને આ એકમોમાં બહારના રાજ્યમાંથી મજૂરો રોજી-રોટી કમાવવા આવે છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ ઘણી વધી જતી હોય નાના-મોટા ગુનાઓ ઉકેલવા મુશ્કેલ બને છે ત્યારે મોરબીને અલગથી એક સિરામિક પોલીસ સ્ટેશન બનાવી આપવામાં આવે જેનાથી મજૂરોને કામ કરાવતા કોન્ટ્રાક્ટરો તેમજ માલિકોને સગવડતા રહી શકે અને વહીવટી બોજ હળવો થઈ શકે. સાથે જ આમરણ વિસ્તાર માટે પણ પોલીસ સ્ટેશન આપવા માંગ કરવામાં આવી છે.