મોરબી : મોરબીના કોયલી ગામેથી 20 વર્ષનો યુવાન લાપતા બન્યો છે. ઘરે કોઈને કહ્યા વગર તે ચાલ્યો જતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. સાથે તાલુકા પોલીસને આ મામલે અરજી પણ કરી છે. મોરબીના કોયલી (કાસા) ગામે રહેતા મનોજભાઈ કળોતરાએ તાલુકા પોલીસ મથકે કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેમનો ભત્રીજો રવિભાઈ વિરાભાઇ કળોતરા ઉ.વ.20 જે માલઢોર ચરાવવાનું કામ કરે છે. આજે બપોરે તે ડેમ પાસે ઢોર ચરાવવા ગયો હતો. જ્યાંથી પરત ઘરે આવી અંદાજે 2 વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો છે. રવિભાઈની માનસિક બીમારીની જામનગર ખાતે દવા પણ ચાલી રહી છે. હાલ પરિવારજનોએ આજુબાજુના સ્થળો તથા ગામમાં તેની શોધખોળ હાથ ધરી છે પણ તેનો કોઈ પતો લાગ્યો નથી. જો રવિભાઈ અંગે કોઈને જાણ થાય તો તુરંત મો.નં. 9909290709 અથવા મો.નં. 9726924544 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.