મોરબી : મોરબી તાલુકા રંગપર ગામની સીમમાં સાયકલ લઈને જઈ રહેલા રમણિકભાઈ ઉધમશીભાઈ પરમારને ગત તા.10 જુલાઈના રોજ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર રવિભાઈ પરમારની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.