મોરબી : મોરબીના વિરપર નજીક આવેલ નવયુગ સંકુલમાં લીગલ સેક્રેટરી ડીસ્ટ્રીક્ટ લીગલ ઓથોરિટી- મોરબી દ્વારા વિશ્વ ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 8 થી 12ની વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણ કેવી રીતે કરવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેલ્ફ ડિફેન્સ અંગેના આ કાર્યક્રમમાં કાનુની માર્ગદર્શક-મોરબી સુરેશભાઈ રાયકા(પી.એમ.વી), નિતીનભાઈ પી. ઘેટીયા (જુનિયર એડવોકેટ) એ આત્મરક્ષણ માટેની વિશેષ સમજ આપી હતી તેમજ ડાયનેમિક કરાટે ક્લાસવાળા મનિષભાઈ અગ્રાવત દ્વારા આત્મરક્ષણ માટેનું પ્રેકટીકલ નોલેજ પુરૂં પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાની પ્રેરણા દ્વારા મેનેજીંગ ટ્રસ્ટી બી. એસ. સરસાવાડીયા, પ્રિન્સીપાલ વાય. કે. રાવલ. વી. એન. વરમોરાએ જહેમત ઉઠાવી હતી.