બેરો અને બેરાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીના મકનસર ગામે ઘર પાસે બેઠેલા મહિલાને તું મસ્ત માલ લાગે છે કહી છેડતી કરી બાદમા આ શખ્સ અને તેની પત્નીએ પરિણીતા, તેમના પતિ અને પુત્ર ઉપર હુમલો કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રહેતા કાંતિભાઈ હીરાભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી બેરા નામના શખ્સે તેમના ઘર પાસે આવી તેમના પત્નીને તું મસ્ત માલ લાગે છે એમ કહી શાબ્દિક અપમાન કરતા તેમના પત્નીએ તારે મા બહેન નથી તેમ કહેતા આ બાબતનો ખાર રાખી બેરો અને બેરાની પત્નીએ કાંતિભાઈના ઘર પાસે બાઈક લઈને આવી ભૂંડાબોલી ગાળો આપી કાંતિભાઈને લાકડી મારી ફ્રેક્ચર કરી નાખી તેમના પત્ની અને પુત્રને લાકડાના ધોકા વડે માર મારતા બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.