મોરબી : મોરબી શહેરમાં ભવાની ચોક વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિણીતાને નવા પીપળીયા ગામે રહેતા પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ભવાની ચોકમા રહેતા રુકૈયાબેન આરીફભાઈ ચાનીયા ઉ.30 નામના પરિણીતાએ મોરબીના નવા પીપળીયા ગામે રહેતા પતિ આરીફભાઇ સલીમભાઇ ચાનીયા, સસરા સલીમભાઇ ઇસાભાઇ ચાનીયા, સાસુ શકીનાબેન સલીમભાઇ ચાનીયા, નણંદ નફીશાબેન સલીમભાઇ ચાનીયા અને ફિરદોશબેન સલીમભાઇ ચાનીયા વિરુદ્ધ ઘરકામ બાબતે મેણા ટોણા મારી દુઃખ ત્રાસ આપી વધુ કરિયાવર લાવવા દબાણ કરતા હોય મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.