સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ બે દરોડા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂના 180 એમ એલ માપના 125 ચપલા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે માધાપર શેરી નંબર 22મા આરોપી દશરથસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી જીગ્નેશ રૈયાભાઈ ટોટાને કાઉન્ટી કલબ ડીલક્સ વ્હીસ્કીની 55 બોટલ કિંમત રૂપિયા 5500 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીકથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના ફિરોઝ અલિયાસભાઈ હિંગોળજાને ઓફિસર ચોઇસ બ્રાન્ડ દારૂના 70 ચપલા કિંમત રૂપિયા 7000 સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.