મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફાટક પાસે એક વ્યક્તિનું પાકિટ પડી ગયું હતું. આ પાકિટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ઈશ્વરભાઈ કલોતરાને મળ્યું હતું. ત્યારબાદ ઈશ્વરભાઈ કલોતરાએ આ પાકિટના મૂળ માલિકની શોધખોળ કરતાં ગોંડલ તાલુકાના આંબરડી ગામે સંપર્ક કરતાં આ પાકિટ દિનેશભાઈ પીપળવાનું હોવાનું જાણવા મળ્યું હતું. તેથી ઈશ્વરભાઈ કલોતરાએ દિનેશભાઈ પીપળવાનો સંપર્ક કરીને આ પાકિટ તેઓને પરત કર્યું હતું. આમ ટ્રાફિક પોલીસના જવાન ઈશ્વરભાઈ કલોતરાએ પ્રામાણિકતા દાખવીને મળેલું પાકિટ મૂળ માલિકને પરત કર્યું હતું. આ તકે દિનેશભાઈએ ઈશ્વરભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.