મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામા સરકારે એક વ્યક્તિને ફાળવેલા પ્લોટ ઉપર પિતાપુત્રએ કબજો કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામા રહેતા દિનેશભાઇ અરજણભાઈ સોલંકીને સરકારે વર્ષ 2018મા ફળવેલા 127.61 ચોરસ મીટર પ્લોટની જમીન ઉપર આરોપી ઓસમાણ ઉર્ફે હુસેનભાઈ સુલેમાનભાઈ સેડાત અને ઇબ્રાહિમ ઉર્ફે ઇભુ ઓસમાણ ઉર્ફે હુસેનભાઈ સેડાત નામના આરોપીઓએ કબજો કરી લેતા દિનેશભાઇની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.