મોરબી : મોરબીના પરાબજારમાં આજે ગૌમાતાનું મૃત્યુ થતા તેમને ગૌ સેવા એજ માનવ ધર્મ ગ્રુપ દ્વારા સમાધિ આપવામાં આવી હતી. આ ગ્રૂપના યુવા કાર્યકરો દ્વારા ઓગસ્ટ 2022 થી અત્યાર સુધીમાં દ્વારા 98 જેટલા ગૌમાતા અને નંદી મહારાજને માનભેર સમાધિ આપવામાં આવી છે. આ સેવાનું કાર્ય કરી જે કરવામાં આવી રહ્યું છે. તેમાં હિન્દુભાઇઓ અથવા તો જે કોઈ ગાય માતાના દુધનું ઋણ ચૂકવવા માંગતા હોય તે ભાઈઓને સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત ક્યાંય ગૌમાતા મૃત્યુ પામેલ જોવા મળે તો પણ સંપર્ક કરવા જણાવાયું છે. મિલનભાઈ આહીર મો.નં. 9512394295 જયપાલસિંહ જાડેજા મો.નં. 7990113820 યુવરાજસિંહ જાડેજા મો.નં. 9870015114