મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદ 150 જેટલા લોકોને આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવારે ટામેટા, બટાકા, કાકડી, ખારેક, કેળા, બિસ્કિટ, ચોકલેટનું વિતરણ કર્યું હતું. અને સંસ્થાના શિક્ષક યોગેશભાઈ હિરાણીએ સત્સંગમાં લોકોને વ્યસન ન કરવા અપીલ કરી હતી અને ચોખ્ખાઈ રાખવી, બચત કરવી, સંપીને રહેવું વગેરે બાબતે લોકોને સમજણ આપી હતી.