માળિયા (મી.) : આજરોજ ABVP મોરબી શાખા દ્વારા માળિયા-દેરાળા રૂટ પર વિદ્યાર્થીઓ માટે એસટી બસની સંખ્યા વધારવા માટે એસટી વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે, માળિયા-દેરાળા રૂટ પર એક જ એસટી બસ આવે છે જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત એસટી વિભાગને મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત હજુ સુધી સાંભળવામાં આવી નથી. ત્યારે આ મામલે જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ABVP દ્વારા આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.