મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં જીઓલાઈક સેનેટરીવર્સ કારખાના નજીક મોરબી તાલુકા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગમા જોઈ બાઈક ઉપર દારૂની હેરફેર કરતા બે શખ્સ નાસી ગયા હતા. બનાવ સ્થળેથી પોલીસે રૂ.20 હજારની કિંમતનું જીજે - 36 - AA - 8858 નંબરનું બાઈક તેમજ કાળા કલરના થેલામાં ભરેલ બેગપાઈપર બ્રાન્ડ વ્હીસ્કીની 12 બોટલ કિંમત રૂપિયા 3600 સહિત કુલ રૂપિયા 23,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે બન્ને શખ્સ વિરુદ્ધ બાઈક નંબરના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.